Sunday 10 November 2013

split ends ને આપો વિદાય - આયુર્વેદ ની સહાય થી !!!

અંધારી શેરીઓમાં ધુમ્મસ દેખાય છે , ક્યાંક ક્યાંક તાપણા ઓ નો ધુમાડો પણ તેમાં ભળી જઈને શિયાળાના આગમન ની ઘોષણા કરે છે સવારનો કોમલ તડકો શહેરી જનો ના બેડરૂમ માં પહોચતો નથી અને "ઓહ ! આજે ફરીથી મોડું થઇ ગયું "ના ઉચ્ચાર સાથે શહેરી જનો ની સવાર મોડી પડવા લાગે છે
                આ છે હેમંત - શિશિર ના ઠંડા ઠંડા ગુલાબી પવનો ની ઝલક , આમ તો કારતક મહિના થી ઠંડી પડવાની શરૂઆત થઇ જાય છે , સ્લીવલેસ પહેરતી છોકરીઓ હવે આખી બાંય ના સ્વેટર માં મઢાઈ જાય છે .ચોમાસા ની ઋતુ માં પણ ઠંડક હોય છે પણ શિયાળાની ઠંડક સુકી ભેજ વગર ની હોય છે . આ પ્રકાર ની આબોહવા વાયુ ને કફ દોષ ને વિકૃત કરવામાં સાથ આપે છે . વાળ માં આવતી રુક્ષતા અને દ્વિમુખી વાળ માં પણ વાયુ અને કફ દોષ નું પ્રાધાન્ય હોય છે . આમ , ઋતુ અને રોગ નો પરસ્પર સંબંધ સધાય છે .
                                                               દ્વિમુખી વાળ (split ends )
દ્વિમુખી વાળ ને અપને સ્પ્લીટ એન્ડ્સ તરીકે ઓળખીએ છીએ . આધુનિક તબીબી શાસ્ત્ર માં તેને trichoptilosis કહે છે .જે ગ્રીક ભાષાનો શબ્દ છે . tricho - વાળ ને લાગતું અને ptilosis - પીંછા ઓ ની ગોઠવણી . જે અવસ્થા માં વાળ પીંછા જેવા થઇ જાય છે અને તેનો અંતિમ ભાગ દ્વિમુખી કે તેની વધુ મુખવાળું બને છે તેને સ્પ્લીટ એન્ડ્સ કહે છે .
કારણો :
 પહેલા તો શિયાળા ની ઠંડી આબોહવા , તે ઉપરાંત આજની નવી પેઢી ની જીવન શૈલી .
વાળ પર કરવામાં આવતા વિવિધ અત્યાચારો :)
straightening જેમાં વાંકડિયા વાળ ને કેમિકલ લગાવી ખુબ હીટ આપીને સીધા કરવામાં આવે છે
perming  જેમાં artificial curl કરવામાં આવે છે
coloring વાળ નો રંગ ચેન્જ કરવામાં આવે છે જેમ કે brown , મરૂન etc
વારંવાર વાળ ઓળવાથી પણ આ સમસ્યા થઇ શકે છે , આ કારણ ને લીધે વાળ ની બહાર નું આવરણ જેને cuticle કહેવાય છે તે બરડ બને છે અને હેર શાફ્ટ (વાળ ની અંદર નું આવરણ ) 2-3 ભાગ માં વિભાજીત થાય છે .
ઉપાય :
           દુનિયા ના કોઈપણ શેમ્પૂ કે તેલ થી સ્પ્લીટ એન્ડ્સ ને પાછા જોડી શકતા નથી,પણ હા તે વધુ ના થાય તેના માટે અવશ્ય ઉપાય કરી શકાય છે , એટલે તેને કાપી નાખવા જ હિતાવહ છે .
* લઘુ વસંત માલતી - જેમાં natural form માં ઝીંક રહેલું છે જેનાથી હેર શાફ્ટ મજબુત બને છે .
* મધ + ગાયનું દૂધ + તલ નું તેલ - સરખી માત્ર માં મિક્ષ કરીને વાળ ના મૂળ માં લગાવવું અને 15-20 મિનીટ પછી હર્બલ શેમ્પુ થી વાળ ધોઈ નાખવા .
* ગાય નું ઘી જમવામાં લેવું જોઈએ જેમાં વિટામીન A ,D ,E  પણ રહેલા છે
* વાળ પર કોઈ treatment ના કરાવવી ( નો મોર અત્યાચાર )
* વાળ માં નિયમિત તેલ નાખવું , પણ હર્બલ !!
* હેર ડ્રાયર નો ઉપયોગ ના કરવો , જેનાથી વાળ ની સ્નીગ્ધતા નાશ પામે છે અને ચમક ઓછી થાય છે
* દવામાં ગંધક રસાયણ ની ગોળી લેવી જોઈએ અને જો કબજિયાત રહેતી હોય તો સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણ લેવું જોઈએ
પણ આ બધી જ દવાઓ આયુર્વેદ consultant ના માર્ગદર્શન થી લેવી જોઈએ